મહીસાગરઃ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ લુણાવાડાના સ્વરૂપ સાગર તળાવની લીધી મુલાકાત
Live TV
-
સંવેદના દિવસ નિમિત્તે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ હેઠળ મત્સ્ય ઉદ્યોગ મંત્રી જવાહર ચાવડાએ લુણાવાડાના સ્વરૂપ સાગર તળાવની મુલાકાત લીધી હતી.
લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશ સેવકની રજૂઆતના પગલે અધિકારીઓ અને પદાધિકારીઓને સાથે રાખીને વરધરી સ્વરૂપ સાગર તળાવને પ્રવાસન સ્થળ ની જેમ વિકસાવવા અંગે ચર્ચા કરવામાં આવી.આ ઉપરાંત આ સ્થળે મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થાય તેના પર પણ ભાર મૂકાયો હતો.મહત્વનું છે કે મહિસાગરના સ્વરૂપ સાગર તળાવની રાજ્યના મોટા તળાવમાં ગણતરી થાય છે.અહીં દેશ વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ આકર્ષણનું કેંદ્ર છે.
