અમરેલીઃ આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓને હવે મળશે વધુ સુવિધા
Live TV
-
અમરેલી જિલ્લાના ધારી સ્થિત આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસી સુવિધાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહીર તેમજ અમરેલીના સાંસદ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાઈ શુભકામના પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ધારીનું આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે 1 ઓક્ટોબરથી શરતોને આધારે ખુલ્લુ મુકવામાં આવશે. કોરોનાના કારણે સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓએ નક્કી કરેલા નિયમો તેમજ કોવિડ ગાઇડલાઇનનું પાલન પણ કરવું પડશે.
