ગુજરાત ટુરિઝમ તરફથી દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ, ગાંધી જયંતિએ દાંડી પહોંચશે
Live TV
-
આગામી બીજી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી છે. ત્યારે યુવાનો ગાંધી ચીંધ્યા માર્ગે આગળ વધે અને ગાંધીજીના વિચારોને આત્મસાત કરે તેવા ઉમદા હેતુથી ગુજરાત ટુરીઝમ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સિમ્બાલીયન સાયકલીંગ કોમ્યુનીટીના સંયુક્ત ઉપક્રમે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે 32 જેટલાં સાયકલ સવારો અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડી માટે પ્રયાણ કર્યું હતું.
ગુજરાત ટુરીઝમના વરીષ્ઠ મેનેજર નિરવ મુન્શી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલ દ્વારા ફ્લેગ ઓફ કરીને આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રીકો 2જી ઓક્ટોબરે ગાંધીજયંતીના દિવસે દાંડી પહોંચશે. આ સાયકલ યાત્રા દરમિયાન યાત્રીઓ નડિયાદ, આણંદ, બોરસદ, કંકાપુર, ભરુચ અને વાંઝ વગેરે ગામોમાં વિરામ કરીને ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડશે.
