રાજ્યમાં નવા 1381 કેસ નોંધાયા, તો સુરતમાં નવા 311 કેસ નોંધાયા
Live TV
-
આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1381 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં 1383 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 85.19 ટકા છે.
આજે રાજ્યમાં 62,338 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,15,859 દર્દીઓ સાજા થયા છે.
રાજયમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 16,703 છે, જેમાંથી 89 વેન્ટિલેટર પર છે અને 16,614 સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 11 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 3442 થયો છે.
આજે સુરત જિલ્લામાં નવા 311 કેસ, અમદાવાદ જિલ્લામાં નવા 195 કેસ અને રાજકોટ જિલ્લામાં નવા 148 કેસ નોંધાયા છે.
