ગાંધીનગર ખાતે વકફ ટ્રિબ્યુનલની કચેરીનું ઉદ્દઘાટન
Live TV
-
ગાંધીનગર ખાતે વકફ ટ્રિબ્યુનલની કચેરીનું કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદ્દઘાટન કર્યું હતું.
આ પ્રસંગે કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વકફના વહીવટ અને વકફની સંપત્તિ સંબંધિત કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનાવવાનો સરકારનો નિર્ધાર છે. આ સાથે કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વકફ મિલકતોના સંરક્ષણ અને સંવર્ધન માટે વકફ ટ્રિબ્યુનલ મહત્વની ભૂમિકા ભજવે છે.
ઉલ્લેખનીય કે, વકફ સંબધિત તકરારોનું ઝડપી અને સુયોગ્ય નિવારણ આવે તે માટે વર્ષ ૨૦૧૩ વકફ અધિનિયમનો સુધારો અમલમાં આવતા ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલની રચના કરાઈ હતી. આ ટ્રિબ્યુનલમાં રાજ્યની ન્યાયિક સેવાના સભ્ય, રાજ્યની વહીવટી સેવાના સભ્ય અને ઇસ્લામિક કાયદા ન્યાય શાસ્ત્રના જાણકાર વિદ્વાન એમ ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે.
