Skip to main content
Settings Settings for Dark

બનાસડેરીના ડિરેક્ટરની ચૂંટણીને લઇને હાલ ગરમાવો, ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કુલ 16 બેઠકોમાંથી શંકરભાઇ ચૌધરીના 9 સભ્યો બિંનહરીફ ચૂંટાયા

Live TV

X
  • એશિયામાં પ્રથમ નંબર ગણાતી બનાસકાંઠા જિલ્લાની બનાસડેરીના ડિરેક્ટરની ચૂંટણીને લઇને હાલ ગરમાવો ચાલી રહ્યો છે.ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શંકર ચૌધરીએ માસ્ટર સ્ટ્રોક રમ્યા હોય તેમ ફૂલ 16 બેઠકો માંથી શંકરભાઇ ચૌધરીના 9 સભ્યો બિંનહરીફ ચૂંટાતા શંકરભાઇ ચૌધરી માટે અનેક ઘણો વિરોધ હોવા છતાં પુનઃ બનાસડેરીમાં ચેરમેન બનવા માટેનો માર્ગ મોકળો બન્યો છે. મંગળવારે મોડી સાંજે શંકર ચૌધરી તેમની પેનલના બિનહરીફ રીતે ચૂંટાયેલા સભ્યોને લઇને યાત્રાધામ અંબાજી ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં દર્શન કરીને મા અંબાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, હાલ તબક્કે જે પરિણામ સામે આવી રહ્યું છે તે જોતા પશુપાલકો ના હિતમાં જ આવી રહ્યું છે ને આ તમામ નિણઁય પશુપાલકો જ કરતા હોય છે.જેમાં કોઈપણ નેતા કરતા પશુપાલકો સર્વપરી છે તમામ પરિણામ તેમના આધીન જ હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply