ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહન રજીસ્ટ્રેશન સહિતના દસ્તાવેજોની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબાવવામાં આવી
Live TV
-
ડ્રાઈવિંગ લાઈસન્સ અને વાહન રજીસ્ટ્રેશન સહિતના દસ્તાવેજોની સમય મર્યાદા ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. કોવીડ-૧૯ની પરિસ્થિતીમાં કેન્દ્ર સરકારના માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા આ અંગે માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. જેમાં માર્ગદર્શિકા અનુસાર વાહન અને લાયસન્સ સંબંધિત દસ્તાવેજોમાંથી નાગરિકોને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી મુકિત આપવામાં આવી છે. આ દસ્તાવેજોમાં વાહનની ફીટનેસ, ડ્રાઇવિંગ લાયસન્સ, આર.સી., પરમીટ વગેરેનો સમાવેશ થાય છે. તો એન્ફોર્સમેન્ટ અધિકારી અને કર્મચારીઓએ એડવાઇઝરીને ધ્યાનમાં રાખી એન્ફોર્સમેન્ટની કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત શિખાઉ લાયસન્સ સંબંધિત છ માસની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હશે તો પુનઃ શિખાઉ લાયસન્સ ઇસ્યુ કરવાની કામગીરી માટે અરજદારે ફકત વાહનના પ્રકાર સંબંધિત શિખાઉ લાયસન્સની ફી ભરવાની રહેશે. અન્ય તમામ ફી જેવી કે, સ્માર્ટકાર્ડ-અરજી ફી વિગેરે કેરી ફોરવર્ડ કરાશે.
