ગાંધીનગર લોકસભા વિસ્તારના 20 ગામોના કુંભારોને આજે ઈલેક્ટ્રીક ચાકડો અર્પણ કરાશે
Live TV
-
ગાંધીનગર લોકસભા વિસ્તારના 20 ગામોના કુંભારોને આજે ઈલેક્ટ્રીક ચાકડો અર્પણ કરવામાં આવશે.ગાંધીનગરથી સાંસદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે.અને ગૃહમંત્રીના હસ્તે 20 ગામોના 200 જેટલા કુંભારોને આ ચાકડો આપવામાં આવશે.ગૃહમંત્રી દ્વારા પોતાના મતવિસ્તારમાં અનેકવિધ વિકાસકાર્યોને પ્રજા માટે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે.હાલ કોરોના મહામારીને કારણે ગૃહમંત્રી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમમાં જોડાઈને પ્રજાકિય કાર્યો કરી રહ્યા છે.જેના કારણે વિસ્તારના લોકોમાં ખુબ જ આનંદ છવાયેલો છે.
