Skip to main content
Settings Settings for Dark

અમરેલીના પ્રતાપભાઈ પંડ્યા દ્વારા શરૂ થયેલ પુસ્તકાલય હવે દેશ વિદેશમાં કાર્યરત

Live TV

X
  • ગુજરાતનાં અમરેલી જિલ્લાનાં અડતાલા ગામમાં જન્મેલા પ્રતાપભાઈ પંડ્યાએ , પોતાની શિક્ષકની નોકરી પછી વડોદરામાં સ્થાયી થયા હતા. ગુજરાત પુસ્તકાલય સાથે જોડાઈને , ગુજરાત સહિત વિદેશમાં ગુજરાતી ભાષાનાં વાચકો માટે પુસ્તકોની પરબ ઊભી કરી। વાચકોને વિના મૂલ્યે ગુજરાતી ભાષામાં લખાયેલ વિવિધ વિષયોના હજારો પુસ્તકો ભેટમાં આપ્યા છે. ગુજરાતી ભાષાનો સમૃદ્ધ સાહિત્યિક વારસો , શિક્ષણવિદ સ્વ. પ્રતાપભાઈ પંડ્યાએ વાચકો સુધી પહોંચતો કર્યો. આજે દેશ વિદેશમાં થઈને 350થી વધુ પુસ્તક પરબ કાર્યરત છે. જેમા વડોદરમાં 11 પુસ્તક પરબ શરૂ કરેલી છે. તેમણે ઉપાડેલું પુસ્તક પરબ અભિયાનમાં અનેક લોકો જોડાયા , તથા તેમણે ગુજરાત પુસ્તકાલયની સંલગ્ન સંસ્થાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું. ઉપરાંત અમરેલીમાં નવોદિત લેખકો, કવિઓ માટે અમરેલી જિલ્લા સાહિત્ય સર્જક પરિવારની સ્થાપના કરી , અને ગુજરાતી ભાષાના સંવર્ધન માટે 2 વર્ષથી માતૃભાષા સંવર્ધન પારિતોષિક આપવાની શરૂઆત કરી. તેમણે 12 જેટલા પુસ્તકો લખ્યા અને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે , વર્ષો સુધી કામ કર્યું. આજે તેમણે ઉપાડેલી ગુજરાતી ભાષાનાં સંવર્ધનની ઝુંબેશ , તેમના મિત્રો તેમજ પરિવાર આગળ વધારી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
apply