હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નિતિન ચેરીટેબલ ટ્રસ્ટની દશેરા ઉજવણીની અનોખી પહેલ
Live TV
-
હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નિતિન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ડૉ.નિતિન સુમંત શાહ દ્વારા પ્રજ્ઞાચક્ષુ દંપતિને આર્થિક સહયોગ આપીને તેમને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડૉ.નિતિન સુમંત શાહએ કહ્યું કે, લોકડાઉન ના ચાલતા દિવ્યાંગ લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ હતી કારણકે તેમની પાસે કોઈ કામ નહોતું પણ તેમની પાસે એક હુનર છે જેનો ઉપયોબ કરી તેઓ કમાઈ શકે. તે માટે નિતિન ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેનના હસ્તે આર્થિક સહાય દ્વારા વ્યવસાય કરીને રોજગારી મેળવીને તેમાંથી પગભર થવા માટે પ્રેરણા આપી છે. દિવ્યાંગોને સ્વાભિમાન પૂર્વકના આત્મનિર્ભર સ્વરોજગારના કેન્દ્ર દ્વારા દશેરાના પર્વ નિમિત્તે તેઓને ફાફડા અને જલેબીનો સ્ટોલ કરી આત્મનિર્ભર બને અને અન્ય દિવ્યાંગ લોકો ને પણ પ્રેરણા આપશે.
