અરવલ્લી : રન ફોર યુનિટીની મેરેથોન યોજવામાં આવી
Live TV
-
પોલીસ શહીદ દિવસ નિમિત્તે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા મોડાસા ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ મેરેથોનને સાંઇ મંદિરથી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત દ્વારા ફ્લેગ ઑફ કરીને દોડની શરૂઆત કરાવી હતી અને જે.બી.શાહ સ્કૂલમાં પૂર્ણ થઇ હતી. આ મેરેથોનમા જિલ્લા પોલિસ જવાનો સાથે શહેરીજનોએ પણ ભાગ લિધો હતો. આ પ્રસંગે જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોની અને પોલિસના જવાનોની તંદુરસ્તી જળવાઈ રહે તે હેતુથી રન ફૉર યુનિટી યોજવામાં આવી હતી.
