અમરેલીની નવી ઓળખ: 44.51 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક બસપોર્ટ મુસાફરો માટે આશીર્વાદરૂપ
Live TV
-
અમરેલી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને વિકાસના 12 વર્ષની ઉજવણી અંતર્ગત અમરેલી ખાતે નિર્મિત આધુનિક બસપોર્ટ આજે શહેરની પ્રગતિનું નવું પ્રતીક બન્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પિત આ બસપોર્ટ 17,095 ચોરસ મીટરના વિસ્તારમાં રૂ. 44.51 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.વિશાળ પ્રતીક્ષાખંડ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, એલઈડી ટ્રેકિંગ ડિસ્પ્લે, કેફે અને વ્યવસ્થિત બસ બે.દરરોજ સરેરાશ 10,690થી વધુ મુસાફરો અને 600થી વધુ (એક્સપ્રેસ અને લોકલ) બસોનું આવાગમન.કોમર્શિયલ બ્લોક્સને કારણે સ્થાનિક વેપાર અને રોજગારીમાં વધારો.એસ.ટી. વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બસપોર્ટ માત્ર પરિવહન કેન્દ્ર જ નહીં, પરંતુ શહેરી આધુનિકીકરણનું મોડેલ બન્યું છે. મુસાફરો પણ પીવાના પાણી, સ્વચ્છતા અને સમયબદ્ધ સેવાઓને કારણે સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ અમરેલીની સામાજિક અને આર્થિક ગતિશીલતામાં મહત્વનું યોગદાન આપી રહ્યો છે.
