Skip to main content
Settings Settings for Dark

અમરેલીમાં અને ચાવંડમાં ત્રણ પોલીસ ચોકીનું IGના હસ્તે ઉદ્ઘાટન

Live TV

X
  • અમરેલીમાં લાઠી રોડ પર આવેલ કોલેજ નજીક , નાગનાથ સર્કલ અને ચાવંડ પોલીસ ચોકીનું રેન્જ આઈજી અશોક કુમાર યાદવના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોરોનામાં રસીકરણના નામે અફવા ફેલાવના સામે સખત કાર્યવાહી કરવામાં આવશે.
    ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવે અમરેલી જિલ્લામાં ઇન્સ્પેકશન દરમિયાન અમરેલીની કોલેજ પોલીસ ચોકી, નાગનાથ સર્કલ પોલીસ ચોકી અને ચાવંડ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, લોકોનો સહકાર પોલીસને સારો મળે છે. વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરાશે. નવા આવેલ કાયદામાં લોકોને સહકાર આપવા અપીલ કરી હતી. એક માસમાં વ્યાજખોર સામે કાર્યવાહી કરવા બે વખત એસઆઈટીની મીટીંગ મળશે. તેમા કસુરવારને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે કોરોના હજુ ખતમ થયો નથી. લોકોને સાવચેત રહેવા અપીલ હતી અને કોરોના રસીકરણના નામે કોઈ અફવા કે ગેરરીતી કરશે તો કડક કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.
    અમરેલીમાં અને ચાવંડમાં ત્રણ પોલીસ ચોકીનું આઇજીના હસ્તે ઉદ્ઘાટન

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply