Skip to main content
Settings Settings for Dark

અમરેલી ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો

Live TV

X
  • અમરેલી ખાતે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો

    ચૂંટણી એ લોકશાહીનું મહાપર્વ છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટી સિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરનામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લામાં જિલ્લા કક્ષાએ અને તમામ તાલુકા કક્ષાએ ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે ઉદ્દેશ્ય સાથે અમરેલી સ્થિત ફોરવર્ડ સ્કૂલ ખાતે પણ ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો, અધિકારીઓ-કર્મચારીઓએ મતદાન જાગૃત્તિ માટે દોડ લગાવી હતી.   

    અમરેલી ખાતે યોજવામાં આવેલા ‘રન ફોર વોટ’ કાર્યક્રમમાં જિલ્લા કક્ષા રમત શાળાના ટ્રેઇનર જહ્નાવી મહેતાએ મતદાન જાગૃતિ સંદેશ આપતા જણાવ્યુ કે, દેશની લોકશાહીને સશક્ત બનાવવા માટે લોકશાહીના મહાપર્વમાં નવ યુવાઓની ભાગીદારી મહત્વની છે. પ્રથમ વખતના મતદાર તરીકે નવયુવાઓ અવશ્ય મતદાન કરે તે આવશ્યક છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આગામી 07 મે, 2024ના રોજ મતદાન યોજાશે. આવો સૌ વધુમાં વધુ મતદાન કરીને ગર્વભેર આપણા લોકશાહી મહાપર્વને ઉજવીએ અને દેશની લોકશાહીને વધુ સશક્ત બનાવીએ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
apply