Skip to main content
Settings Settings for Dark

અમરેલી જિલ્લાના ખેડૂતોએ આવકમાં વધારો કરવા કર્યો નવો પ્રયોગ

Live TV

X
  • અમરેલી જિલ્લાના ખેડૂતો આવકમાં વધારો કરવા માટે નવા પ્રયોગ કરી રહ્યા છે. ત્યારે લીમડા ગામના ખેડૂતે બાગાયતી પાકનુ ઉત્પાદન કર્યુ છે. લીમડા ગામના જયંતિભાઈ માવાણીએ પોતાના 10 વિઘામા અંજીરનુ વાવેતર કરી, પ્રથમ વર્ષે જ સારી કમાણી કરી રહ્યા છે. તેમણે ખેતરમાં કેલિફોર્નિયાની ડાયના વેરાયટીના અંજીરનુ વાવેતર કર્યુ છે. તેઓ સરકારી યોજનાનો લાભ લઈ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવે છે. પ્રથમ વર્ષે 4 થી 5 કિલોનુ ઉત્પાદન થાય છે. હાલ તેઓને અંજીરનો 1 કિલોએ રૂપિયા 1200નો ભાવ મળી રહ્યો છે. Export License મળ્યા બાદ હવે અંજીરની વિદેશમાં નિકાસ થશે. 

    અમરેલી જિલ્લાના ખેડૂત દ્વારા વાવેતર કરવામાં આવેલા ડાયના વેરાયટીના અંજીરનું પ્રોસેસ કરી જામ, ચોકલેટ, પલ્પ પાવડર વગેરે વેરાયટી બનાવી શકાય છે. અંજીરના વાવેતર બાદ 6 મહિનામાં ઉત્પાદન આવે છે. પ્રથમ વર્ષ 5 થી 7 કિલ્લો એક થડમાં અંજીરનો પાક મળે છે અને બીજા વર્ષે ઉત્પાદન ડબલ થતું હોય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply