રાજકોટમાં મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતું એક સ્વીમીંગ પુલ
Live TV
-
રાજકોટમાં એક એવો સ્વીમીંગ પુલ છે જે ફક્ત મહિલાઓ માટે છે અને તેનું સંચાલન પણ મહિલાઓ દ્વારા જ કરવામાં આવે છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર જીજાબાઈ મહિલા સ્નાનાગાર જે મનપા દ્વારા 1 કરોડ 90 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્વીમીંગ પુલની વિશેષતા એ છે કે, અહીં દરેક તાલીમાર્થી, ટ્રેનર્સ, સફાઈ કર્મચારી અને સિક્યોરિટી ગાર્ડ પણ મહિલાઓ જ છે. આ સ્વીમીંગ પુલ સાથે 500 જેટલી મહિલાઓ જોડાયેલી છે. આ સ્વીમીંગ પુલમાંથી તાલીમ મેળવેલી 12 મહિલાઓએ તાજેતરમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. આ સ્વીમીંગ પુલનો 5 વર્ષથી 75 વર્ષ સુધીની મહિલાઓ લાભ લે છે.
