નવસારીમાં સતત બીજા દિવસે તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર કરતાં લોકો ત્રાહિમામ
Live TV
-
રાજ્યમાં ગરમીનો પારો વધતા લોકોને બળબળતા તાપનો કરવો પડી રહ્યો છે સામનો
નવસારીમાં આજે સતત બીજા દિવસે પણ ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. સતત બે દિવસથી પડી રહેલી ભારે ગરમીના કારણે લોકો હેરાન થઇ રહ્યા છે. આજે મહત્તમ તાપમાન 40.2 ડીગ્રી પર રહ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ વખતે ઉનાળાની ગરમી દરવર્ષ કરતા વધુ પડી રહી છે. હીટવેવની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. હવામાન વિભાગે હજુ કેટલાક દિવસો ભારે ગરમીના રહેશે તેવી કરેલી આગાહીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. નવસારી વલસાડ જેવા વિસ્તારોમાં હજુ ચાર દિવસ ગરમીનો પારો 40 ડીગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડીગ્રી સુધી પહોચશે તેવી પણ આગાહી કરાય છે. ગરમીના કારણે લુ લાગવાથી લોકોનુ સ્વાસ્થય પણ બગડી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે નવસારીમાં ગતરોજ ગરમીનુ પ્રમાણ 40.5 ડીગ્રી સુધી પહોચી ગયુ હતુ. જેમા આજે નજીવો ઘટાડો થઇને 40.2 ડીગ્રી રહ્યુ હતુ. તો મીનીમમ તાપમાનનો પારો પણ 23.5 ડીગ્રી રહ્યો હતો. ગરમીના સાથે 3.9 કી.મી.ના ઝડપે ફુકાતા પવનના કારણે ગરમ હવા અને લુ લાગવાની સંભાવનાઓ પણ વધી ગઇ છે.
