અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો સૌપ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
Live TV
-
રાજ્યભરના વિવિધ જીલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ વધી રહ્યાં છે. અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો સૌપ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. તો દ્વારકામાં એક સાથે 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તમામ પોઝિટિવ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. તો વાત મહેસાણાની કરીએ તો આજે મહેસાણામાં પાંચ નવા કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. મહેસાણા અને વડનગરની કોવિડ-૧૯ હોસ્પિટલમાં તમામને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ભાવનગરમાં બે અને મહિસાગરમાં એક કેસ પોઝિટીવ આવતાં તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે. તો બીજી તરફ ડાંગ અને બોટાદમાં એક પણ કેસ ન નોંધાતા સ્થાનિક તંત્રએ હાસકારો અનુભવ્યો હતો. અમરેલીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ અંગે અમરેલી કલેક્ટરે વધુ માહિતી આપી હતી. તો પંચમહાલમાં એક કેસ પોઝિટિવ નોંધાયો છે જે અંગે અમારા પંચમહાલના સંવાદદાતા વિવેક ત્રિવેદીએ વધુ માહિતી આપી હતી.
