અમરેલી જિલ્લા સબ જેલમાંથી ગેર કાયદે મોબાઈલ રેકેટનો પર્દાફાશ
Live TV
-
અમરેલી જિલ્લા સબ જેલમાંથી ગેર કાયદે મોબાઈલ રેકેટ નો પર્દાફાશ થયો છે. તેમજ ,જામીન માટે પણ ડુપ્લિકેટ સર્ટીનું મોટું કૌભાંડ ચાલતુ હતું. અમરેલી જેલ માંથી સમગ્ર ગુજરાતમાં આ કૌભાંડ ચાલતુ હતું. જેમાં જેલ માં કેદીઓ પાસે ,ફોન કરી આપવાના પૈસા લેવામાં આવતા હતા.
તો કેદીઓ ને જેલ માંથી બહાર નીકળવા માટે મેડિકલ સર્ટીનો પણ ,ફોનના માધ્યમથી કારોબાર થતો હતો. આ સમગ્ર કૌભાંડ માં L.C.B. ની ટીમે એક ડોકટર સહિત 6 મુખ્ય સૂત્રધાર ખુંખાર આરોપીઓ ને ઝડપી પાડ્યા છે.
L.C.B. ને મળેલ બાતમીને આધારે તપાસ કરતાં બેરેક નંબર, 9 તથા 10 ના કેદીઓ જેલમાં અન્ય કેદીઓ પાસેથી જેલ ની બહાર ની વ્યક્તિ સાથે ,કોલ કરવા માટે ,ઊંચા દરે પૈસા મેળવી ને ,રીતસરનું ,P.C.O ચલાવતા હતા. ત્યારે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ દ્વારા આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓ ની અટકાયત કરીને, ગુન્હાની ઝીણવટ ભરી તપાસ કરવા માં આવી રહી છે.
