અરવલ્લીઃ કિસાન સમ્માન નિધિ યોજનાના ફોર્મ ભરવા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટ્યા
Live TV
-
અરવલ્લી જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ફોર્મ ભરવા માટેની કામગીરી શરુ થતા ખેડૂતો મોટી સંખ્યામાં ફોર્મ ભરવા આવી રહ્યા છે.
જીલ્લાની ગ્રામ પંચાયતોમાં આ યોજનાનું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જીલ્લામાં દોઢ લાખ જેટલા સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે હાલ જીલ્લામાં 4300 થી વધુ ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઇ ચુક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રજુ થયેલ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે.
જેમાં નાના સિમાંત ખેડૂતોના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવશે જેમાં અરવલ્લી જીલ્લામાં દોઢ લાખ જેટલા સીમાંત ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ઓનલાઈન કામગીરી શરુ થઇ ચુકી છે. ખેડૂતો આ યોજનાની સરાહના કરી રહ્યા છે. આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક ખાતાની પાસ બુક, 7/12 અને 8 અ ના ઉતારાની નકલના પુરાવા સાથે ખેડૂતો પોતાના નામની નોંધણી કરાવી રહ્યાં છે.
