મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુરતની મુલાકાતે
Live TV
-
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સુરતની મુલાકાતે છે. સુરતના માંડવી ખાતે ભાજપ ના કલસ્ટર કાર્યક્રમમાં સીએમ ફડણવીસ ઉપસ્થિત રહ્યા હતાં. આવનારી લોક સભા ની ચૂંટણી ને લઈ ભાજપ દ્વારા ક્લસ્ટર સંમેલન યોજાયું છે.
સંમેલન માં મહારાષ્ટ્ર ના સીએમ સહિત ગુજરાત પ્રદેશ પ્રમુખ, કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા, મંત્રી ઈશ્વર પરમાર, ઇશ્વરસિંહ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.
મહારાષ્ટ્ર ના મુખ્ય મંત્રી નો શક્તિકેન્દ્ર ના ૩ હજાર જેટલા પ્રમુખો ને સંબોધવાનો કાર્યક્રમ છે. સંમેલન માં સુરત,ભરૂચ અને તાપી મળી ત્રણ જિલ્લા ના શક્તિ કેન્દ્રો ના પ્રમુખો હાજર રહ્યાં હતાં. આ સંમેલન બાદ તેઓ વલસાડના ધરમપુરના કલસ્ટર સંમેલનમાં પણ હાજરી આપશે.
