Skip to main content
Settings Settings for Dark

સિઝનલ ફ્લૂના કેસ વધ્યા, રાજ્યમાં અત્યાર સુધીમાં 1463 કેસ

Live TV

X
  • સ્થિતિનો અભ્યાસ કરવા કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજ્યમાં આવી ચૂકી છે-જયંતિ રવિ

    રાજ્યના આરોગ્ય કમિશનર જયંતિ રવિએ રાજ્યમાં સિઝનલ ફ્લુના વાવડ અંગેની માહિતી આપતાં તેની સારવાર માટે લેવામાં આવેલા પગલાની જાણકારી આપી હતી. એક પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યારસુધી 1 હજાર 463 કેસ નોંધાઇ ચુક્યા છે. જેમાં 849ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. જ્યારે 55 દર્દીના અવસાન થયા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સ્થિતિનો અભ્યાસ કરવા કેન્દ્રીય આરોગ્ય ટીમ રાજ્યમાં આવી ચૂકી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમજ 105 ડીગ્રીથી ઉપર અને તેનાથી નીચેના તાવના કિસ્સામાં પણ કાળજીપૂર્વક સારવાર અપાઇ રહી છે અને તેના પરીક્ષણ માટે રાજ્યમાં 16 લેબ પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર કરતાં અમદાવાદમાં સિઝનલ ફ્લુનું પ્રમાણ વધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply