પોરબંદર-માધવપુરમાં સિંહણ ઘૂસી જતા દોડધામ, બે લોકો પર જીવલેણ હુમલો
Live TV
-
વન વિભાગ સિંહણને પકડવા હાથ ધરી કવાયત
પોરબંદરથી 60 કિ.મી.ના અંતરે માધવપુર ઘેડ ગામે ગઈકાલે સવારે રહેણાક વિસ્તારમાં સિંહે દેખા દેતાં અફડાતફડી મચી હતી. લોકોની નાસભાગથી સિંહ પોતે ગભરાઇ ગયો હતો અને બે વ્યક્તિ પર જીવલેણ હુમલો કરી દીધો હતો. સદનસીબે બંનેનો આબાદ બચાવ થયો હતો. પોરબંદરથી વન વિભાગના અધિકારી 30 વનકર્મીઓના કાફલા સાથે માધવપુર ઘેડ ગામે આવી પહોચ્યા હતા અને સિંહ લોકોને નુકસાન ના પહોંચાડે તે માટે કાર્યવાહી શરૂ કરી હતી.
