Skip to main content
Settings Settings for Dark

મહિસાગરમાં વાઘ હોવાની રાજ્ય સરકારે કરી પુષ્ટિ

Live TV

X
  • ગુજરાતમાં વાઘના અસ્તિત્વથી વન્ય પ્રેમીઓમાં ખુશી

    મહીસાગર ના વન વિસ્તાર માં વાઘ ની ઉપસ્થિતિ ની વન વિભાગે પુષ્ટિ કરી છે. એક શિક્ષકે તેના મોબાઇલ માં વાઘ ની તસવીર ખેંચ્યા બાદ જોવા મળ્યાની તસવીર બાદ દિન પ્રતિદિન શોધ-ખોળ વધુ સઘન બની રહી છે. ગઈકાલે જિલ્લાના વન વિભાગના કર્મચારીઓ તેમજ અધિકારી મળી મહીસાગર જિલ્લાના કુલ 200 કર્મચારીઓ મળી જિલ્લાનો 62 હજાર હૅક્ટર વન વિસ્તાર ખૂંદી વળશે જેમાં મુખ્યત્વે ગઢ વિસ્તારથી માંડી સંત રામ પુરથી સંત વિસ્તાર વચ્ચેનો પટ્ટો મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે. તેમજ પહેલા મેળવેલ પુરાવાઓ પગના પંજાનાં નિશાન તેમજ ઝાડ પર નહોર માર્યાનાં નિશાન તેમજ તેના હગારના નમૂના હૈદરાબાદ તેમજ દહેરાદૂન લેબ માં મોકલવામાં આવ્યાં હતા. સ્થાનિક લોકો ની સાથે ની પૂછ-પરછ તેમજ મારણ થયેલાં લોકેશન અને સ્થાનિકો સાથે પણ વાતચીત કરી તપાસને સઘન બનાવવામાં આવી રહી હતી. પરિણામે વનમાં વાઘ હોવાની પુષ્ટિ થઈ હતી.મહિસાગર માં ,વાઘ ની ઉપસ્થિતી ની પુષ્ટી થયાં બાદ ,રાજ્ય ના વન મંત્રી ,ગણપત વસાવા એ ,પત્રકારો સાથે ,વાત-ચિત કરી ને ,સંપૂર્ણ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું ,કે, 2001ના વર્ષ માં ,વન્ય જીવો ની ,ગણતરી કરવામા ંઆવી હતી ,ત્યારે વાઘ ની ઉપસ્થિતી ન હતી.પરંતુ હવે ,જ્યારે વાઘ હોવા નુ સાબિત થઇ ગયું છે ,ત્યારે ,તેનો રિસર્વે કરવા માં આવશે..ગુજરાત માં વાઘ આવ્યાની ઘટના થી સમગ્ર ગુજરાત માંખુશી નું મોજું ફરી વળ્યું છે ત્યારેવાઘ માટે જૂનાગઢ નું વર્ષો જૂનું સક્કરબાગ ઝૂ નવાબો ના સમય થી પ્રખ્યાત છે સક્કરબાગ માં હાલ છ જેટલા વાઘ છે અને તેમાંય સૌથી મોટું આકર્ષણ નું કેન્દ્ર હોય તો સફેદ વાઘ છે હવે જયારે ગુજરાત માં વાઘ આવ્યા ની વાત ની પુષ્ટિ થઇ ગઈ છે ત્યારે વાઘ અંગે કાર્યરત સક્કરબાગ ઝૂ ના ડાયરેક્ટર અને વન અધિકારી ડૉ. રામ રતન નાલા એ જણાવ્યું હતું કે ગુજરાત માં વાઘ માટે ખુબજ અનુકૂળ જંગલ છે અને વાઘ ને સાચવા માટે ગુજરાત સરકાર અને વન વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ અને સક્ષમ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply