Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીઃ જિલ્લામાં ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરાશે 

Live TV

X
  • ઓરી અને રૂબેલાનો અંત લાવવા રાજ્ય સરકાર દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરાઈ છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ ખાસ રસીકરણ અભિયાન શરૂ કરાશે.

    આ અંગે અરવલ્લી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં જાણકારી આપવામાં આવી હતી. ઓરી એ એક જીવલેણ રોગ છે, જે વાઇરસ દ્વારા ફેલાય છે. બાળકોમાં ઓરીને કારણે અકાળે મૃત્યુ થતુ હોય છે, જ્યારે રૂબેલા પણ એક ચેપી રોગ છે, તેના લક્ષણ પણ ઓરી જેવા જ હોય છે. તે છોકરા-છોકરીઓ બન્નેમાં ચેપ જોવા મળતો હોય છે. 

    જો કોઇ સ્ત્રી ગર્ભાવસ્થાના આરંભિક તબક્કામાં રૂબેલાના ચેપગ્રસ્ત થાય તો નવજાત શિશૂ માટે ઘાતક સાબિત થઇ શકે છે. ત્યારે ઓરી અને રૂબેલાને જળમૂળથી નાબૂદ કરવા માટે 9 મહિનાથી 15 વર્ષની ઓછી વયના તમામ બાળકો માટે રસી જરૂરી છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1562 જેટલી પ્રાથમિક, માધ્યમિક સહિત તમામ શાળાઓમાં રસીકરણ કરવામાં આવશે. આ માટે જિલ્લાની 1328 જેટલી આંગણવાડી અને સબસેન્ટર પર રસીકરણનું આયોજન કરવાશે અને જિલ્લાના અંદાજિત 2 લાખ 88 હજાર 29 બાળકોને રસી આપવામાં આવશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply