Skip to main content
Settings Settings for Dark

CMએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી, કહ્યું, પ્રતિમાનું નિર્માણ કાર્ય પુરજોશમાં

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે  સરદાર સરોવર ડેમ નજીક નર્મદા નદીની વચ્ચે સાધુ બેટ ખાતે નિર્માણ પામી રહેલી સરદારની વિશ્વની વિરાત્તમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી.

    નર્મદાના કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલ ના પીએમ નરેન્દ્ર મોદી એ 31 ઓક્ટોબર 2013 માં ખાત મુહરત કર્યું હતું , 182 મીટર ના આ સ્ટેટ્યૂ માટે નું 182 મીટર નું કોંક્રેટ સ્ટ્રક્ટર તૈયાર થઇ ગયું છે કોન્ક્રીટ કામ 100 ટકા પૂર્ણ થઇ ગયું છે. CMએ પ્રતિમા નિર્માણની સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રત્યક્ષ નિરીક્ષણ સહિત દસ્તાવેજોની માહિતી પણ મેળવી હતી. 

    લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનશે અને તેને સૈકાઓ સુધી યાદ રાખશે, તેવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, 31 ઑક્ટોબર, 2019 સુધીમાં આ પ્રતિમાનું લોકાર્પણ કરી શકાય તેવા પ્રધાનમંત્રી સપનાને સાકાર કરવા કામગીરી ઝડપથી કરાશે. 

    ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીનો પાયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2013માં નાખ્યો હતો. તે સમયે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. વડાપ્રધાન મોદીએ 2014 ચૂંટણી પહેલા દેશભરના ખેડૂતોને લોખંડ ભેગું કરાવવાનું આહ્વાહન પણ કર્યું હતું. જેના અંતર્ગત 135 ટન સ્ક્રેપ લોખંડ એકત્રિત કરવામાં આવ્યું હતું. 

    સરદારની આ પ્રતિમા 182 મીટર ઉંચી બનશે, જે સરદાર વલ્લભભાઈ પટેલનું અવિસ્મરણીય સ્મારક બની રહેશે. સરદાર સરોવર ડેમથી 3.2 કિમી દૂર નર્મદા નદી પર સાધુ નામનો ટાપુ છે, જ્યાં આ પ્રતિમા તૈયાર થઈ રહી છે. હાલમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ચીનની સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ ભગવાનની છે, જે 152 મીટર ઉંચી છે. આ પરિયોજના અંતર્ગત સરદારની પ્રતિમાની આસપાસ અન્ય ભવન જેવા કે, સ્મારક, આગંતુક કેન્દ્ર, બગીચો, સભાગાર, મહેમાનગૃહ તથા મ્યૂઝિયમ પણ બનાવવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply