Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો માટે સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

Live TV

X
  • આ કેમ્પનું આયોજન જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, સિવિલ હોસ્પિટલ હિંમતનગર અને અરવલ્લી ફિજીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ, બુટાલ દ્વારા કરવામાં આવ્યું 

    અરવલ્લી જિલ્લાના ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો માટે સર્ટિફિકેટ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્ટિફિકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

    આ કેમ્પ માં ઓર્થો સર્જન, આંખના સર્જન, માનસિક ક્ષતિ માટે ના ડૉકટરઓ ઉપસ્થિત રહ્યા હતા.અને દિવ્યાંગ ભાઈ બહેનો ની તપાસ કરી હતી. આ કેમ્પમાં દિવ્યાંગ ભાઈ બહેનોને એ ક્ષતિના યુ.ડી.આઈ.ડી સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા સર્ટિફિકેટના રજિસ્ટ્રેશન બાદ આ સર્ટિફિકેટ સમાજ સુરક્ષા કચેરીમાં આવ્યા બાદ દિવ્યાંગ ભાઈ બહેનોના નિવાસ સ્થાન સુધી પહોચાડવા માટે અરવલ્લી ફિજીકલી  હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ, બુટાલના વિનોદ ચંદ્ર પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. 

    આ કેમ્પનું આયોજન જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, સિવિલ હોસ્પિટલ હિંમતનગર અને અરવલ્લી ફિજીકલી હેન્ડીકેપ્ડ વેલફેર મંડળ, બુટાલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ ડૉકટરો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply