ભરુચના અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર 25 હજાર વોટનો કેબલ તૂટી પડતાં દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર ઠપ
Live TV
-
પાવર સપ્લાય બંધ થતાં અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અટકી પડી
ભરુચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી રેલવે સેક્સન વચ્ચે પીરામણ નાળા ઉપર જ 25 હજાર વોટનો કેબલ તૂટી પડતાં દિલ્હી- અમદાવાદ- મુંબઇનો ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો છે. પાવર સપ્લાય બંધ થતાં અજમેરથી બાંદ્રા જતી સુપરફાસ્ટ ટ્રેન અટકી પડી હતી. અન્ય ટ્રેનોમાં વડોદરાથી મુંબઈ તરફ જતી ગુજરાત એક્સપ્રેસ, સયાજી નગરી, દિલ્હી-બાંદ્રા, પશ્ચિમ એક્સપ્રેસ જેટલી 5 ટ્રેનોને પણ અસર થઇ છે. ઘટનાને પગલે વડોદરા-સુરત મેમુ અને ભરૂચ -સુરત મેમુ ટ્રેન રદ કરી દીધી છે.
