Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીના બાયડથી મુખ્યમંત્રીએ કિસાન સૂર્યોદય યોજનાનો જિલ્લાના 104 ગામોથી શુભારંભ કરાવ્યો

Live TV

X
  • આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બાયડ ખાતેથી કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો..જેનાથી અરવલ્લી જિલ્લાના ૧૦૪ ગામોના ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી ઉપલબ્ધ થશે. આ પ્રસંગે બાયડ ખાતે ઉર્જા મંત્રી સૌરભ પટેલ, સાંસદ દીપસિંહ રાઠોડ ,ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ તબક્કામાં અરવલ્લી જિલ્લાના ૧૦૪ ગામના કુલ ૪૫ ખેતીવાડી ફીડરોના ૧૨૧૧૪ ખેડૂતોનું ખેતી વિષયક વીજ જોડાણો દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરો આવરી લેવાયા છે. કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને હવે રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી મુક્તિ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply