Skip to main content
Settings Settings for Dark

મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 15 બેઠક માટે 41 ઉમેદવારો મેદાનમાં

Live TV

X
  • આજે મતદાન, 1129 મતદારો તેમનું ભાવિ નક્કી કરશે , વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી સામે કાંટાની ટક્કર

    વાર્ષિક રૂ.5600 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણાની દૂધસાગર ડેરીની 15 બેઠકો માટે મંગળવારે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન યોજાયું  છે દૂધનું કરોડોનું સામ્રાજ્ય કબજે કરવા મેદાને પડેલા પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી અને ભાજપના અગ્રણી અશોક ચૌધરીની બે પેનલો સહિત કુલ 41 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સવારે 9થી 5 વાગ્યા સુધી યોજાનાર મતદાનમાં 1129 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન બાદ સાંજે 6.30 વાગ્યાથી મત ગણતરી હાથ ધરાશે. આ ચૂંટણીને લઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

    દૂધસાગર ડેરી નિયામક મંડળના વિભાગ-1ની 11 અને દૂધના જથ્થાની 4 મળી કુલ 15 બેઠકો માટે મહેસાણાની વર્ધમાન વિદ્યાલયમાં મતદાન માટે 11 બુથ ઊભાં કરાયાં છે. જેમાં ચૂંટણી અધિકારી સહિત 13 પ્રિસાઇન્ડીંગ ઓફિસર, 13 પ્રથમ મતદાન અધિકારી, 17 મતદાન અધિકારી, 13 પટાવાળા તેમજ અન્ય 24 મળી 80નો સ્ટાફ ચૂંટણીની કામગીરી જોડાશે.

    દરમિયાન મતપત્રક સહિતની કામગીરીને લઇ તંત્ર મોડી રાત સુધી દોડતું જોવા મળ્યું હતું. દૂધસાગર ડેરીની ચૂંટણી દૂધિયા રાજકારણ કે સહકારી ક્ષેત્રમાં પગદંડો જમાવવાની સાથે મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લામાં આવનાર તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી અને 11 વિધાનસભાની ચૂંટણી પહેલાં મતોનું પ્લેટફોર્મ તૈયાર કરવામાં અતિ મહત્વની છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply