Skip to main content
Settings Settings for Dark

રાજ્યના 27 જિલ્લામાં આજે ડ્રાય રન, જાણો શું છે ડ્રાય રન? 

Live TV

X
  • રાજ્યના 27 જિલ્લામાં આજે કોરોના વેક્સિનનાં ડ્રાય રનનો ધમધમાટ શરૂ થયો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓ માટે ખાસ  રસીકરણનો પ્રથમ ડ્રાય રન યોજાયો છે. જેમાં સિવિલ હોસ્પિટલના હેલ્થકેર વર્કરો સહિત તમામ આરોગ્યકર્મીઓને આવરી લેવાયા છે.

    આ ડ્રાય રન દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  અને અમદાવાદ સિવિલ હોસ્પિટલની ટીમ ખડે પગે રહીને સમગ્ર રસીકરણની પ્રક્રિયાનો જીણવટ ભર્યો પૂર્વાભ્યાસ કરી રહ્યાં છે.  તેમજ આ સમગ્ર  ડ્રાય રનને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ જે.વી.મોદીએ વિસ્તારથી માહિતી આપી હતી.

    મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ સહિત રાજ્યના જુનાગઢ, જામનગર, ગીર સોમનાથ સહિત નવસારીમાં પણ ડ્રાય રન શરૂ કરવામં આવ્યો છે. આ ડ્રાયરનની સાથે સાથે લોકોને કોરોનાની રસી અને રસીકરણ વિશે સાચી સમજ અને માહિતી આપવાનો પણ પ્રયાસ કરાય રહ્યો  છે.

    ડ્રાય રન શા માટે?
    આ ડ્રાય રન એક પ્રકારે મોકડ્રીલ છે. ડ્રાય રનના આયોજન બાદ વાસ્તવિક રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. આ ડ્રાય રન દરમિયાન કોઈ રસીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ઉપરાંત સમગ્ર કાર્યવાહીનું કો-વિન એપ દ્વારા રીયલ-ટાઇમ મોનિટરિંગની પણ ચકાસણી કરશે. ડ્રાય રન દ્વારા રસીકરણ યોજના કેટલી અસરકારક બનાવવામાં આવી છે તેની પણ ચકાસણી કરવામાં આવશે.

    ડ્રાય રન એટલે શું?
    ડ્રાય રનની પ્રક્રિયા દરમિયાન વેક્સીન સિવાય રસીકરણ અભિયાનમાં જે ચાલી રહ્યું છે તે બધું જ હશે. એટલે કે કોલ્ડ સ્ટોરેજથી લઇને રસીકરણ કેન્દ્ર, લાભાર્થી, રજિસ્ટ્રેશન, ઓબઝર્વેશનની પ્રક્રિયા સહિતની કામગીરીનું આયોજન. દરમિયાન સમગ્ર પ્રક્રિયાનું રીયલ-ટાઇમ મોનિટરિંગ પણ કરવામાં આવશે. એકંદરે, તેમાં મૂળ રસી સિવાય બધું જ હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply