સુરતઃ ફાયર સેફ્ટીના અભાવે 10 શાળાઓને સીલ કરાઈ
Live TV
-
સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે.. આગ લાગવાની ધટનાઓમાં મહાનગરપાલિકાનાં ફાયર વિભાગ દ્વારા જે-તે એકમોને નોટીસો આપીને ફાયર સેફટીની સુવિધાઓ ઉભી કરવા માટે આદેશ અપાતુ હોય છે, તેમજ જે એકમો ફાયર વિભાગની નોટીસની અવગણનાં કરે તેવા એકમોને સીલ પણ કરવામાં આવતા હોય છે.
એક વર્ષ પહેલા સુરતનાં ફાયર વિભાગે ફાયર સેફ્ટી ન રાખવા બાબતે અનેક શાળાઓને નોટીસ આપી હતી, એક વર્ષ બાદ ફાયર વિભાગે તે જ શાળાઓમાં ચકાસણી કરતા એક વર્ષ બાદ પણ ફાયર સેફ્ટી લગાવવામાં ન આવી હોવાનું ધ્યાને આવતા 10 જેટલી શાળાઓને સીલ મારવામાં આવી છે.
હાલ કોરોના મહામારીનાં કારણે શાળાઓ બંધ હોવાથી આ 10 શાળાઓ સીલ થવાથી તેમાં અભ્યાસ કરતા બાળકોનાં અભ્યાસ પર માઠી અસર નથી પડી પણ આ શાળાનાં સંચાલકો દ્વારા વહેલામાં વહેલી તકે ફાયર સેફ્ટીનાં સાધનો વિકસાવી શાળામાં ફાયર વિભાગ દ્વારા મારવામાં આવેલા સીલ ખોલાવે તેવી માંગ ઉઠી છે.
