ડાંગ જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
Live TV
-
ડાંગમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 32 જવાનો અને 10થી વધુ શિક્ષકોએ તેમજ ગ્રામજનોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી.
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના ડાંગ દરબાર હોલ ખાતે રમણલાલ પાટકર વન અને આદિજાતિ વિકાસ મંત્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન કરી શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા અને તેની આજુબાજુના વિસ્તારના જરૂરિયાત મંદ દર્દીઓ અને સરળતાથી રક્તને સેવા ઉપલબ્ધ થઇ શકે તે માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડાંગ જિલ્લા શાખા બ્લડ સેન્ટર આહવાના સયુંકત ઉપક્રમે યોજાયેલ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ડાંગ પોલીસના 32 જવાનો તેમજ 10 થી વધુ શિક્ષકો તથા ગ્રામજનોએ રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી ડાંગ જિલ્લાના બ્લડ ડોનેશન કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે ડાંગ જિલ્લા કલેક્ટર એન કે ડામોર જિલ્લા વિકાસ અધિકારી એચ.કે વઢવાણિયા સહીત અધિકારી પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને લોકો વધુ બ્લડ ડોનેટ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
