અરવલ્લીમાં ગઈકાલે મોડીરાત્રે વાતાવરણ પલ્ટાની સાથે કમૌસમી વરસાદ નોંધાયો
Live TV
-
હવામાન વિભાગની આગાહી બાદ ઉત્તર ગુજરાતમાં કમૌસમી વરસાદના ઝાપટા ગઈકાલે વહેલી સવાર થી જ નોંધાયા હતા જેના પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી..
હવામાન વિભાગે 2 દિવસ માવઠાની આગાહી કરી હતી. ત્યારે ગઈકાલે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં મોડીરાત્રે અચાનક પલટો આવતા ભિલોડા પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ને પગલે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી જ તેની વઅસર જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી ઝાપટા થતાં ખેડૂતોમાં ચિંતા છવાઇ છે. ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ઘઉં, વરીયાળી, ચણા, સહિતના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી લઈને અરવલ્લી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરીને પાક સુરક્ષિત જગ્યાએ મૂકવા માટે જણાવવામાં આવ્યું હતું.
