રાજ્યમાં નવા કોરોનાના 698 કેસ નોંધાયા
Live TV
-
રાજ્ય સરકારના સઘન પ્રયત્નોના પરિણામે કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 698 કેસ નોંધાયા છે.
અત્યાર સુધીમાં રાજ્યભરમાં કુલ 2,34,558 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં આજે કોરોનાના 898 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે સાજા થવાનો દર 94.61 ટકા થયો છે.
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 9047 છે, જેમાંથી 60 વેન્ટિલેટર પર છે અને 8986 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3 ના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 4321 થયો છે.
અમદાવાદ જિલ્લામાં 144 નવા કેસ, સુરત જિલ્લામાં નવા 124, વડોદરા જિલ્લામાં નવા 130 કેસ અને રાજકોટ જિલ્લામાં નવા 64 કેસ નોંધાયા છે.
