Skip to main content
Settings Settings for Dark

આ વર્ષે સ્કૂલ બસનો મોટર વાહન વેરો માફ કરવાની સરકારે કરી જાહેરાત 

Live TV

X
  • મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ કોવિડ-19ની પરિસ્થિતીમાં બંધ રહેલી શૈક્ષણિક સંસ્થાઓ-સ્કૂલોને રાહત આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

    આ નિર્ણય અંતર્ગત રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ તથા સ્કૂલના નામે નોંધાયેલી અને ચાલતી અને તારીખ એક એપ્રિલ-ર૦૧૭ પહેલાં રજિસ્ટર્ડ થયેલી બસ માટે તારીખ એક એપ્રિલ-ર૦ર૦થી તારીખ ૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીના સમય માટેનો મોટર વાહન વેરો  માફ કરવામાં આવ્યો છે.  

    જો કે  વેરો માફ કરવા માટે  ચકાસણી કરવામાં આવશે કે  સ્કૂલ બસ આ સમયગાળા દરમ્યાન અન્ય કોઇ વ્યાપારીક પ્રવૃત્તિ માટે ઉપયોગમાં કે વપરાશમાં લેવામાં આવી નથી.  નોંધનીય છે કે નિયત સમયગાળા મુજબ રજિસ્ટર્ડ થયેલી સ્કૂલ બસમાં પ્રતિ સીટ વાર્ષિક રૂ. ર૦૦ પ્રમાણે મોટર વ્હીકલ ટેક્ષ વસુલવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply