આણંદઃ આમરોલ ગામમાં 1.5 હેક્ટર જમીનમાં લગાવાયો મેગા સોલર પ્લાન્ટ
Live TV
-
આણંદ જિલ્લાના આંકલાવના આમરોલ ગામમાં સોલર પેનલ સાથે કૃષિ ઉત્પાદન કરવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આણંદ કૃષિ યુનિવર્સિટી તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપનીના સંયુક્ત ઉપક્રમે 1.5 હેક્ટરમાં એક મેગા વોટ સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.
બંને પેનલ વચ્ચે રાખવામાં આવેલી જગ્યા વચ્ચે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા જુદા જુદા પાક લેવામાં આવે છે. જેને ટપક પદ્ધતિ દ્વારા પાણી આપવામાં આવે છે તેમજ દસ દિવસે સોલર પેનલ ધોઈને તેના પાણીનો પણ ખેતી માટે સદુપયોગ કરવામાં આવે છે.
પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખેડૂતો પોતાની જમીનનો વધુમાં વધુ ઉપયોગ કરી શકે તે માટેનો છે. આ સફળ પ્રયોગ દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે તેનાથી આજુબાજુના અગિયાર ગામને વીજ પુરવઠો મળે છે.
