અરવલ્લીના શામળાજીની અસાલ જીઆઇડીસીની એક ફેક્ટરીમાં ભીષણ આગ
Live TV
-
અરવલ્લીના શામળાજી નજીક આવેલી અસાલ જીઆઇડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે મોડાસા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.10થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર અને ઈડર થી ફાયર ફાઈટરને બોલાવવામાં આવી છે.જિલ્લા ક્લેકટર દ્વારા આ માટે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.
કેમિકલ ફેક્ટરી છેલ્લા ચારેક માસથી બંધ હતી. આમ છતાં અહીં 60 જેટલા કેમીકલના ટેન્કરો હતા. આમ મોટી સંખ્યામાં કેમીકલના ટેન્કરો હોવાને આગ વધુ પ્રસરી હતી. રીપોર્ટ પ્રમાણે 60 જેટલા ટેન્કર આગમાં બળીને ખાખ થઈ ગયા છે. ઘટનામાં પ્રાથમિક તપાસ શરુ કરવામાં આવી છે અને આગ નિયંત્રણ હેઠળ હોવાનુ રિઝિયોનલ ફાયર અધિકારી હિંમાશુ પટેલે જણાવ્યુ હતુ.
