પાલનપુર બ્રિજ ધરાશાયી મામલે બેદરકારી દાખવવા બદલ કંપનીના માલિક સહિત 11 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
Live TV
-
પાલનપુર બ્રિજ દુર્ઘટનામાં 2 યુવકના મોત બાદ જીપીસી ઇન્ફ્રા કંપનીના 7 ડિરેકટર સહિત 11 સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે..સરકાર દ્વારા સમગ્ર બનાવ અંગેની તપાસ માટે ત્રણ ટીમો બનાવવામાં આવી છે.
માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ Gujarat Engineering Research Institute ના અધિક્ષક ઇજનેર સ્ટાફ સાથે ખીલાસરી સહિત તમામ 6 ગડરના સેમ્પલ લેવા કોર કટીંગ કરીને લેવાયા હતા અને તમામ સેમ્પલ પર નંબર મારી તેમના સ્થળ પરજ ચકાસણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પાલનપુર પૂર્વ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે..
