અરવલ્લી જિલ્લાના કલેક્ટરને આવકાર આપતા પત્રકાર મિત્રો
Live TV
-
જિલ્લાના વિકાસ માટે કટિબ્ધ્ધતા દાખવતા અરવલ્લી જિલ્લા કલેક્ટર, કહ્યું ટીમ અરવલ્લી જિલ્લાના વિકાસ માટે કરીશું અવ્વલ કામ
અરવલ્લી જિલ્લાના કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મિડિયાના પત્રકારોની સાથે શુભેચ્છા બેઠક યોજાઇ હતી. જેમાં પત્રકારોએ કલેક્ટરને સાલ ઓઢાડી સ્વાગત કર્યુ હતું. જયારે નવ નિયુકત જિલ્લા કલેક્ટરે અરવલ્લી જિલ્લાનો વધુમાં વધુ વિકાસ થાય અને પ્રજાના પ્રશ્નોનોનો ઝડપી રીતે ઉકેલ લાવવા માટે ક્ટિબ્ધ્ધતા દાખવી હતી. જિલ્લા કલેક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે, મોડાસામાં આરોગ્યની સુવિધા પુરી પાડવા માટે પુરતી મહેનત કરશે અને સિવિલ હોસ્પિટલ લોકોને મળે તેવા પ્રયત્નો કરશે. વિકાસના કામો, રેલ્વેના પ્રશ્નો અને પાણીની સમસ્યા અંગે ઝડપી ઉકેલ લાવવા માટેના પ્રયત્યો કરીશ.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક