મહાભિયોગ મુદે જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહોરો
Live TV
-
ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત કાર્યકરો સાથે ભાજપનો હોદ્દેદારોએ યોજી બેઠક.
જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી અધ્યક્ષસ્થાને ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફિયા તેમજ સાંસદ પુનમબેન માડમ અને જામનગર જિલ્લા ભાજપ પ્રભારી ધનસુખભાઇ ભંડેરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધનસુખભાઇ ભંડેરીએ ગ્રામ સ્વરાજ યોજના વિશે માહિતી આપી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તાજેતરમાં ચાલી રહેલા મહાભિયોગ મુદ્દે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.
જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ યોજાયેલી બેઠક મુદ્દે જામનગર જિલ્લા ભાજપ પ્રભારી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતભરમાં 1લી મે થી 31 મે સુધી ભાજપની સરકાર દ્વારા સુજલામ સુફલામ જળસંચય યોજના કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠનના હોદેદારો અને કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 મે થી નદી તળાવ અને ચેકડેમ બધાના કાર્યક્રમો સરકાર એનજીઓ સાથે જોડાઇને કરી રહી છે. લોકો વધુને વધુ જોડાય તેમજ ગામડાના અને શહેરના લોકોને યોજનાઓનો લાભ મળે, તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાઇને વધુને વધુ ગામડાના લોકોને લાભ મળે તેવા પ્રયત્ન હાથ ધરશે.
જામનગર ગ્રામ સ્વરાજ અભિયાન બેઠક બાદ મહાભિયોગ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે જનાધાર ગુમાવી બેઠેલી કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન અને બાવીસ રાજ્યોમાં સાથી પક્ષો સાથે શાસનને કોંગ્રેસ સહન કરી શકતી નથી. જેના કારણે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે, કોંગ્રેસ દેશને અલગ માર્ગે દોરાય તે માટે હાલ ષડયંત્ર કરી રહી છે, અને તેના ષડયંત્રો કોર્ટ દ્વારા ખારિજ કરવામાં આવ્યા છે તેની ટીકા ટિપ્પણીઓ પણ થઈ રહી છે, કોંગ્રેસને ન્યાયતંત્ર, સમાજ અને વ્યવસ્થા પર ભરોસો રહ્યો નથી, માત્ર સત્તાલક્ષી રાજનીતિએ જ કોંગ્રેસનો ઉદેશ છે. ત્યારે હવે દેશને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ, કોંગ્રેસને જ્યારે ન્યાયતંત્ર પર ભરોસો રહ્યો નથી. ત્યારે શું ? રાહુલ ગાંધી અને કોંગ્રેસ કોર્ટ પોતાના કાર્યાલયથી ચલાવવા માંગે છે, કોંગ્રેસે ન્યાયતંત્રને પણ રાજનીતિના એક ભાગ સ્વરૂપે લીધી છે. ત્યારે આ ઘટનાને જીતુભાઇ વાઘાણી દ્વારા વખોડવામાં આવી હતી.