Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી જિલ્લામાં જનકલ્યાણ શિબિરનું આયોજન

Live TV

X
  • 12 વર્ષ વિશ્વાસ અને વિકાસના મંત્ર સાથે લાભાર્થીઓને મળી રહ્યો છે કેન્દ્ર-રાજ્યની કલ્યાણકારી યોજનાઓનો વ્યાપક લાભ

    અરવલ્લી જિલ્લામાં જનકલ્યાણ અને વિકાસના વિઝનને વેગ આપતા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ પહોંચાડવા માટે જન કલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શિબિરો દ્વારા છેલ્લા 12 વર્ષમાં વિશ્વાસના વિકાસ અને જનકલ્યાણના કાર્યને વધુ પ્રભાવશાળી બનાવવામાં આવ્યું છે.આ અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉભરાણ પ્રાથમિક શાળા ખાતે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને લાભાર્થીઓને તેનો સીધો લાભ અપાવવામાં આવ્યો હતો.

    શામળાજી તાલુકાના પાલ્લા ગામમાં પણ જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ અપાવવામાં આવ્યો છે. શિબિર દ્વારા લાભાર્થીઓને આવાસ યોજના, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, પશુપાલન, મહિલા સશક્તિકરણ, વૃદ્ધપેન્શન, વિકલાંગ સહાય, વિદ્યાર્થી વૃત્તિ જેવી અનેક યોજનાઓના ફોર્મ ભરવા, દસ્તાવેજોની ચકાસણી અને તાત્કાલિક મંજૂરીની પ્રક્રિયામાં સહાયતા આપવામાં આવી.
    શિબિરમાં સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગ્રામજનોને ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરીને ઘરબેઠા યોજનાઓનો લાભ લેવા માટે જરૂરી માહિતી અને પ્રેક્ટિકલ ડેમો આપવામાં આવ્યા હતા. આ પોર્ટલ દ્વારા લોકોને વિવિધ સેવાઓ જેમ કે આધાર સેવાઓ, રેશનકાર્ડ, આવાસ યોજના અરજીઓ, પેન્શન અને અન્ય સરકારી સેવાઓ સરળતાથી મેળવી શકાય છે તેની વિગતવાર સમજ આપવામાં આવી.

    આ જન કલ્યાણ શિબિરોના આયોજનથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોમાં સરકારી યોજનાઓ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને વધુમાં વધુ લાભાર્થીઓને તેનો લાભ મળી રહ્યો છે. જિલ્લા પ્રશાસને આવી શિબિરોને વધુ વ્યાપક બનાવવા અને વિવિધ તાલુકાઓમાં તેનું આયોજન કરવાની યોજના ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply