અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત 26 બાળકોને મળ્યો લાભ
Live TV
-
અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત 26 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ શરૂ કરવામાં આવી છે, જે યોજના અંતર્ગત કોરોના કાળમાં જે બાળકના માતા-પિતાનું મૃત્યુ થયું હોય તેવા બાળકોને ચાર હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે, જિલ્લાના મોડાસા તાલુકામાં અગિયાર, ધનસુરામાં પાંચ, માલપુરમાં, મેઘરજમાં એક તેમજ ભિલોડા તાલુકામાં સાત બાળકોને સહાયની ચુકવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લામાં લાભાર્થી બાળકોનો સર્વે કરવાની કામગીરી જિલ્લા બાળક સુરક્ષા એકમ દ્વારા હાથ ધરીને છવ્વીસ બાળકોને લાભ આપવામાં આવ્યો છે, અરવલ્લી જિલ્લાના લાભાર્થી બાળકોને જૂન મહિનામાં એક લાખ ચાર હજાર રૂપિયાની સહાય ચુકવી દેવામાં આવી છે.
