મહેસાણા અને વડનગર ખાતે કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની વિશેષ ઉપસ્થિતિ
Live TV
-
મહેસાણા,વિસનગર,વડનગર અને વરેઠા રેલ્વે સ્ટેશન પર મહાનુંભાવોની વિશેષ ઉપસ્થિતિ
મહેસાણા જિલ્લામાં દેશના પ્રધાનમંત્રી દ્વારા દિલ્લીથી રેલ્વે વિકાસ કામોના વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યા હતા.જેમાં ગાંધીનગરથી વરેઠા મેમુ ટ્રેન સેવાની શરૂઆત સહિત આધુનિક સુવિધા ધરાવતા વડનગર રેલ્વે સ્ટેશન તેમજ મહેસાણાથી વરેઠા 55 કિલોમીટરના ઇલેક્ટ્રીફાઇડ બ્રોડગેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે ગાંધીનગર ખાતેથી કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ટ્રેનમાં મહેસાણા અને વડનગર ખાતે આવી પહોંચ્યા હતા.
મહેસાણા અને વડનગર ખાતે વિશેષ ટ્રેનમાં તેમની સાથે રાજ્ય મંત્રી દર્શનબાને જરદોશ,સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ વડનગર આવી પહોંચ્યા હતા. વડનગર અને મહેસાણા મુલાકાત દરમિયાન તેમણે ચાની કીટલીની મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડનગર પવિત્ર અને પાવન ભુમિ છે. આ ભુમિ પર આવવાનું મને સૌભાગ્ય મળ્યું તે બદલ હું આ ભુમિનો આભારી છું.રેલ્વે મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રાચીન અને પવિત્ર ભુમિ છે.આ ઉપરાંત ઐતિહાસિક રીતે પણ તેનું વિશેષ મહત્વ છે.આ ભૂમિને હેરીટેજ તરીકે કેવી રીતે વિકસાવી શકાય તે માટે વિચારણા કરાઇ રહી છે. આ માટે તેમણે ઉપસ્થિત અધિકારીઓને વિશેષ સુચના આપી માર્ગદર્શિત કર્યા હતા. કેન્દ્રિય મંત્રીના મહેસાણા અને વડનગર ખાતેના કાર્યક્રમમં મહેસાણાથી રાજ્યકક્ષા શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવે,વડનગથી શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર,સંસદ સભ્યશ્રીઓ,ધારાસભ્યશ્રીઓ,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ.પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
