અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી મેઘ મહેર
Live TV
-
માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા સહિત બાયડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુની ધમાકેદાર વિધિવત પ્રારંભ થવાની સાથે અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઉભી થઇ છે.
અરવલ્લી જિલ્લામાં સતત બે દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. જિલ્લાના માલપુર, મોડાસા, મેઘરજ, ભિલોડા સહિત બાયડ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની ઋતુની ધમાકેદાર વિધિવત પ્રારંભ થવાની સાથે અંતરિયાળ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ ઉભી થઇ છે. મેઘરજમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જિલ્લામાં વરસાદને કારણે માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયોમાં પાણીની ધીરે ધીરે આવક શરૂ થવા લાગી છે. છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના મેઘરજ તાલુકામાં સૌથી વધારે 31 મિલી મિટર જેટલો વરસાદ નોંધાયો છે, તો માલપુર 41 મિલી મિટર, મોડાસા 16 મિલી મિટર, બાયડ 11 મિલી મિટર, ભિલોડા 4 મિલી મિટર અને ધનસુરામાં 02 મિલી મિટર જેટલો વરસાદ નોંધાયો છે. હાલ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે
