Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણીમાં ભાજપે બંને બેઠકો ઉપર વિજય મેળવ્યો

Live TV

X
  • ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક માટે થયેલ પેટાચૂંટણીમાં ભાજપે બંને બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે 104 મત મેળવી જીત મેળવી હતી. તેમની સામે કોંગ્રેસના ગૌરવ પંડ્યા ઉમેદવાર હતા.

    ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક માટે થયેલ પેટાચૂંટણીમાં ભાજપે બંને બેઠકો ઉપર વિજય મેળવ્યો છે. વિદેશમંત્રી એસ. જયશંકરે 104 મત મેળવી જીત મેળવી હતી. તેમની સામે કોંગ્રેસના ગૌરવ પંડ્યા ઉમેદવાર હતા. જયશંકરનો એક મત રદ થયો હતો. જ્યારે ભાજપના બીજા ઉમેદવાર જુગલજી ઠાકોરને 105 મત મળ્યા હતા અને તેમને વિજય જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલાએ રાજ્યસભા પેટાચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યા બાદ પક્ષ છોડ્યો હતો. તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. અત્રે ઉલ્લેખીય છે કે, લોકસભા ચુંટણીમાં ગાંધાનગરથી અમિત શાહ અને અમેઠીથી સ્મૃતિ ઇરાની ના જવાથી ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો ખાલી થઇ હતી. તે બંન્ને બેઠકો માટે ગઈકાલે ચુંટણી યોજાઇ ગઇ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply