અરવલ્લી જિલ્લા ઍક્ટિવ પ્રેસ ગૃપના હોદ્દેદારોની વરણી, રાકેશ પટેલ બન્યા પ્રમુખ
Live TV
-
અરવલ્લી જિલ્લામાં પત્રકાર એસોસિએશનની જનરલ સભામાં નવીન હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં પ્રમુખ, ઉપ-પ્રમુખ, સલાહકાર પ્રમુખ, મંત્રી, મહામંત્રી અને ખાજાનચીની નિયુક્તિ કરાઈ

મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાના પત્રકારોની સામાન્ય સભા મળી હતી, જેમાં નવીન હોદ્દેદારોની નિયુક્તિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, બેઠકમાં સર્વાનુમતે ઍક્ટિવ પ્રેસ ગૃપના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં રાકેશ એમ.પટેલને સર્વાનુમતે પ્રમુખ તરીકે પસંગ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે જિલ્લાના તમામ પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ઍક્ટિવ પ્રેસ ગૃપના નવીન હોદ્દેદારો
ઉપપ્રમુખ - શૈલેષ પંડ્યા
ઉપપ્રમુખ - રાકેશ પટેલસલાહકાર પ્રમુખ - અવનીશ ગોસ્વામી
મંત્રી - અતુલ પરમાર

મહામંત્રી - તસ્લીમ સુથાર
ખજાનચી - સમીર બલોચ
ટ્રસ્ટી - કેતુલભાઈ
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક
