ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ભરુચમાં, શું હશે વિશેષતા?
Live TV
-
આગામી 1 લી મે ગુજરાત સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસની ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી માટે તંત્ર સહિત ભરૂચ વાસીઓએ તૈયારી કરી લીધી છે. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે. સમગ્ર ભરૂચ શહેરને રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવ્યુ છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત જેવી થીમ પર વિશેષ શણગારાયુ છે.
આ અવસરે ભરૂચના અંકલેશ્વર ખાતેથી મુખ્ય મંત્રી વિજય રૂપાણી સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાનનો પણ શુભઆરંભ કરાવશે. જેના અનુસંધાનમાં ભરૂચ જિલ્લાની પ્રાથમિક અને માધ્યશમિક શાળાના શિક્ષકો દ્વારા કૃષિ યુનિવસિટીના ગ્રાઉન્ડજ ઉપરની દિવાલો પર પાણીનું મહત્વ પ્રદર્શિત કરતાં ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે.
ઉજવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેનો જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપ સિંઘના હસ્તે્ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં રોકેટ લોન્ચસર, એ.કે.પ૬, ૪પપ-બોલ કારતુસ, ૭.૬૨ મીની બોલ કારતુસ, એકસપ્લોરઝીવ સેમ્પઅલ, સુટકેશ બોમ્બિ, રેડિયો બોમ્બ સહિતના વિવિધ પ્રકારના બોમ્બ, માઇન્સહ ડીટેકટર, સર્ચ મીરર, ઇલેકટ્રીક સ્ટેષટસ્કોગપ સહિત વિવિધ આધુનિક શસ્ત્રોથી મુકવામાં આવ્યા છે.
ઉજવણીના અવસરે ભરૂચ જિલ્લામાં રૂા.૨૧૦ કરોડ ઉપરાંતના વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ શહેરને રંગબેરંગી રોશનીઓથી શણગારવામાં આવ્યુ છે.
