નરોલી-ખરડપાડાની ગ્રામસભાનું આયોજન, ગ્રામજનોને યોજનાઓથી માહિતગાર કરાયાં
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના નરોલી પંચાયત કોમ્યુનીટી હોલ ખાતે ખરડપાડા અને નરોલી આજે સયુંકત રૂપે ગ્રામ સભાનું આયોજન થયું હતું.
કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસના નરોલી પંચાયત કોમ્યુનીટી હોલ ખાતે ખરડપાડા અને નરોલી આજે સયુંકત રૂપે ગ્રામ સભાનું આયોજન થયું હતું. જેમાં ગ્રામ પંચાયતના મહત્વના મુદ્દાની ચર્ચા થઈ હતી.
પ્રધાનમંત્રી આવાસ યોજના અને એ અંતર્ગત બાકી રહેલા કાચા ઘરોને પાકા બનાવવા PAMY હેઠળ અરજીઓ નોંધવામાં આવી. ઉજ્જવલા યોજના સુરક્ષા કવચ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી સહજ બીજલી ઘર યોજનાના ફોર્મ વિતરણ કરાયા હતા અને આયુષ્માન યોજનાની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડો એસ બી દીપકકુમાર, જિલ્લા પંચાયત સીઓ એચ એમ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકાવા, ઉપપ્રમુખ મહેશભાઈ ગાવીત, સરપંચ પાતાભાઈ, નરોલી સરપંચ પ્રીતિબેન દોડીયા અને પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા.
