મોરબીમાં ગ્રામ સ્વરાજ શક્તિ કાર્યક્રમમાં કિટનું વિતરણ કરાયું
Live TV
-
મોરબી ખાતે ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં ગ્રામસ્વરાજ શક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી.
મોરબી ખાતે ગ્રામસ્વરાજ અભિયાન અંતર્ગત મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે સાંસદ વિનોદ ચાવડાની અધ્યક્ષતામાં ગ્રામસ્વરાજ શક્તિ દિવસની ઉજવણી કરાઈ હતી. આ ઉજવણી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સહિત, વિવિધ પદાધિકારીઓ દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને યોજના અનુસાર કીટ, સર્ટિફિકેટ, ઓળખપત્રો, મુદ્રા લાભાર્થી પરિવારજનોને કીટવિતરણ, સહાય ચેક વિતરણ, પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત, મકાનની ચાવી વગેરેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ઉપરાંત કાર્યક્રમમાં કેટલાક લોકોને સાયકલ તથા ધંધા માટે રિક્ષા પણ આપવામાં આવી હતી. સાથે પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરાયેલી છેવાડાના સામાન્ય માણસ માટે વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી આપવામાં આવી હતી. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશ અને આયોજન અંગે સાંસદ વિનોદભાઈ ચાવડાએ ગ્રામજનોને માહિતી આપી હતી
